(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

સૌથી વધુ ડાઉનલોડ કરાયેલી ઇમેજ કઈ છે?

શું તમને ખબર છે કે ઇન્ટરનેટ સર્ફ કરનારા દરેક લોકોના મોબાઇલ કે કમ્પ્યુટર દ્વારા દુનિયાભરમાં સૌથી વધુ ડાઉનલોડ કરાયેલી ઇમેજ ફાઇલ કઈ છે?

એ ઇમેજ ફાઇલનું નામ __utm.gif.

ઇન્ટરનેટ સર્ફિંગ જે પણ ડિવાઇસ દ્વારા થતું હશે એ ડિવાઇસ પર તમને આ ફાઇલ ડાઉનલોડ થયેલી મળી આવશે. પ્રચલિત માન્યતા એવી છે કે ઇન્ટરનેટ પર પોર્નોગ્રાફિક સાઇટ્સ પરની ઇમેજ સૌથી વધુ ડાઉનલોડ થતી હશે, પણ તે માન્યતાથી તદ્દન વિરુદ્ધ આ ઇમેજ ફાઇલ એવી છે કે જેમના પણ મોબાઇલ કે કમ્પ્યુટર પર એ ફાઇલ મળી આવશે એમને એ ઇમેજની હાજરી વિશે મોટા ભાગે ખબર પણ નહીં હોય!

મજાની વાત એ છે કે એ ફાઇલ ખોલીને જુઓ તો પણ એમાં કશું દેખાતું નથી કેમ કે એ ઇમેજ ફાઇલ ૧ પિક્સેલ બાય ૧ પિક્સેલ જેટલા બારીક કદની બનેલી છે અને વધારામાં એ સંપૂર્ણ પારદર્શક છે! તમને સવાલ થશે કે આટલી બારીક ઇમેજ ફાઇલ જેને ઘણાખારા લોકોએ જોઈ પણ નથી એ આટલા ડિવાઇસીસ પર પહોંચી કેવી રીતે?

આપણે સમજીએ. આખું વેબ જેના પર ચાલે છે (http, https) તેના પાયામાં જે પદ્ધત્તિ છે તેને રિક્વેસ્ટ-રિસ્પોન્સ કાર્ય-પદ્ધત્તિ કહે છે. જેમાં કલાયન્ટ ડિવાઇસ (એટલે કે આપણું પીસી કે મોબાઇલ) સર્વરને કોઈ યુઆરએલ માટે રિક્વેસ્ટ મોકલે છે અને અમુક સમય મર્યાદામાં જવાબની આશા રાખે છે. સર્વર એને જે કંઈ પણ પ્રોસેસિંગ કરવું પડે તે કર્યા બાદ એ રિકવેસ્ટને સંલગ્ન રિસ્પોન્સ મોકલી આપે છે, એ સાથે જ કલાયન્ટ અને સર્વર વચ્ચેના બધા જ ઋણાનુબંધ ત્યાં જ ખતમ થઈ જાય છે. વળી, ફરી જ્યારે ક્લાયન્ટ એક નવી રિક્વેસ્ટ મોકલે ત્યારે નવી ઘોડી નવો દાવના ન્યાયે આ આખુંય ચક્ર નવેસરથી શરૂ થાય છે.

આ દરમિયાન સાઇટ પરની પ્રવૃત્તિની માહિતી ગૂગલ એનાલિટિક્સ જેવી સર્વિસને કેવી રીતે પહોંચે? આ માહિતી મેળવવા માટે દુનિયાભરની વેબસાઇટ્સમાં ગૂગલ એનાલિટિક્સની જાવાસ્ક્રીપ્ટ (ga.js) સ્નીપેટ ઉમેરવામાં આવતી હોય છે. તે સ્નીપેટ ગૂગલ એનાલિટિક્સના સર્વરને આ ઇમેજ ફાઇલ માટે રિક્વેસ્ટ મોકલે છે અને જવાબમાં એનાલિટિક્સનું સર્વર બ્રાઉઝર આ નાનકડી ફાઇલ મોકલી આપે છે અને બંને વચ્ચે સંપર્ક સધાય છે.

દેખીતી રીતે એકદમ સરળ અને માસુમ લાગતું અને વપરાશકારના ધ્યાન બહાર થતું આ ટ્રાન્ઝેક્શન એટલું સરળ કે સીધું સાદું નથી, પણ ગૂગલ માટે તો ખરેખર એ ‘રંગે રૂડો, રૂપે પૂરો, દિસંત કોડિલો કોડામણો’ના વર્ણનવાળા કાનુડા જેવું સાબિત થયું છે કેમ કે ગૂગલની જાહેરાતોની અધધ આવકનો મહેલ આ ઇમેજ ફાઇલના જેવા થોડા પાયાના પથ્થરો પર ઊભો છે!

લેખકઃ અનિકેત ભટ્ટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!