[vc_row][vc_column][vc_column_text]
એપલે ગયા વર્ષે તેના નવા આઇફોનમાંથી વાયર્ડ હેડફોન લગાવવાના જેકને વિદાય આપી દીધી અને હવે સંભાવના છે કે આગામી આઇફોનમાં આખરે વાયરલેસ ચાર્જિંગની સુવિધા પણ મળી જશે!
એરટેલ કંપનીએ ઓક્ટોબર ૨૦૧૬થી ભારતનાં કેટલાંક શહેરોમાં ‘સુપર ફાસ્ટ’ વી-ફાઇબર બ્રોડબેન્ડ સર્વિસ લોન્ચ કરી છે અને ગયા મહિને તેને વધુ કેટલાંક શહેરોમાં વિસ્તારી છે. એરટેલના દાવા મુજબ, છેવટે ભારતનાં ૮૭ મોટાં શહેરોમાં આ સુવિધા મળવા લાગશે. વર્તમાન ટેક્નોલોજી કરતાં ઘણું વધુ ઝડપી કનેક્શ આપતી આ ટેક્નલોજીમાં બ્રોડબેન્ડ યૂઝરે ફક્ત પોતાનું રાઉટર બદલવાનું રહે છે, તેમણે વાયર્સ બદલવાની જરૂર નથી. એરટેલ વર્તમાન પ્લાન્સમાં જ આ સુવિધા આપી રહી છે. મુંબઈ, અમદાવાદમાં આ સુવિધા મળવા લાગી છે.
રિલાયન્સ જિઓ હજી ફ્રી રહેશે એવી અનેકની આશા પર પાણી ફેરવતાં, કંપનીએ આખરે પહેલી એપ્રિલથી તેની સર્વિસ પેઇડ થવાની જાહેરાત કરી છે! અલબત્ત, અત્યારના અને નવા યૂઝર્સ એક વારની રૂા. ૯૯ની મેમ્બરશીપ ફી અને દર મહિને રૂા. ૩૦૩ ભરીને કંપનીની ‘હેપ્પી ન્યૂ યર ઓફર’નો ૩૧ માર્ચ, ૨૦૧૮ સુધી લાભ લઈ શકે છે.
સૌથી જાણીતો અને સૌનો માનીતો મોબાઇલ ફોન નોકિયા ૩૩૧૦ ફરી આવી રહ્યો છે! નોકિયા કંપની આ ફોન – થોડા નવા સ્વરૂપે – ફરી લોન્ચ કરી રહી છે. અત્યારે મળતી વિગતો મુજબ એ ફીચર ફોન જ રહેશે અને ભારતમાં કદાચ મે મહિના સુધીમાં લોન્ચ થશે.
આ વર્ષે આવી રહેલા ટોપ સ્માર્ટફોન
સેમસંગ ગેલેક્સી એસ૮ ઃ સંભવિત ફીચર્સ
- ૫.૮ ઇંચ અને ૬.૨ ઇંચ ડિસ્પ્લે
- ૪ જીબી રેમ
- ૬૪ જીબી સ્ટોરેજ, કદાચ વિઝ્યુલ સર્ચની સુવિધા સાથે!
- અંદાજિત કિંમત : રૂા. ૫૮૦૦૦, ૬૫,૦૦૦
આઇફોન ૮ ઃ સંભવિત ફીચર્સ
- ૪.૭ ઇંચ
- ૫.૫ ઇંચ અને ૫.૮ ઇંચ ડિસ્પ્લે
- કદાચ ૩ડી ફોટોગ્રાફી
- ડ્યુઅલ સિમ, વાયરલેસ ચાર્જિંગ સાથે!
- અંદાજિત કિંમત જાહેર થઈ નથી
વધુ ચાલી રહેલા સ્માર્ટફોન
વીવો વીફાઇવ પ્લસ
- ૧૬ એમપી બેક કેમેરા અને ફ્રન્ટમાં ૨૦ એમપી+૮ એમપીનો ડ્યુઅલ કેમેરા
- ૪ જીબી રેમ અને ૬૪ જીબી સ્ટોરેજ
- પાવરફૂલ પ્રોસેસર.
- કિંમત : રૂા ૨૭,૯૮૦
ઝાયોમી રેડમી નોટ ૪
- ૪૧૦૦ એમએએચ બેટરી
- પાવરફૂલ પ્રોસેસર
- સારો ડિસ્પ્લે.
- કિંમતની દૃષ્ટિએ ઘણો સારો કેમેરા
- બીજા ફોન કરતાં ઘણો ઓછો ગરમ થાય છે.
- કિંમત : રૂા ૯,૯૯૯થી શરૂ
[/vc_column_text][/vc_column][/vc_row]

