૩૧ ટકા : જેટલી ભારતની વસતિ અત્યારે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે
૩૫ ટકા : જૂન ૨૦૧૭ સુધીમાં ભારતમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરતા લોકોની સંખ્યા ૪૫ કરોડ જેટલી થશે
૬૦ ટકા : ભારતની શહેરી વસતિમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરતા લોકોનું પ્રમાણ
૧૭ ટકા : ભારતની ગ્રામીણ વસતિમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરતા લોકોનું પ્રમાણ
૭૭ ટકા અને ૯૨ ટકા : અનુક્રમે, શહેરી અને ગ્રામીણ વિસ્તારના લોકો, જે ઇન્ટરનેટ એક્સેસ કરવા માટે મોબાઇલનો વધુ ઉપયોગ કરે છે.
ટૂંકમાં ગ્રામીણ વિસ્તારોમાં હજી ઇન્ટરનેટના પ્રસારની બહોળી તકો છે અને અહીં લોકોની પહેલી પસંદ, દેખીતી રીતે પીસી નહીં પણ મોબાઇલ છે. એટલે જ, વધુ ને વધુ મોબાઇલ કંપની હવે શક્ય એટલા સસ્તા સ્માર્ટફોન રજૂ કરવાની હરીફાઈમાં ઉતરી છે.

