(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

રેલવે સફર દરમિયાન મફત મૂવી જોવા મળશે!

‘સાયબરસફર’ના ગયા અંકમાં આપણે રેલવે સ્ટેશન ફ્રી વાઇ-ફાઇ સેવાનો કેવી રીતે લાભ લેવો તેની સ્ટેપ-બાય-સ્ટેપ જાણકારી મેળવી હતી. હવે સમાચાર આવ્યા છે કે ભારતીય રેલવે આપણને હજી વધુ વિવિધ પ્રકારની ડિજિટલ સેવાઓ પૂરી પાડવાની તૈયારીમાં છે. 

આ કારણે, થોડા સમયમાં તમે રેલવે સ્ટેશને હો ત્યારે કે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હો ત્યારે પણ તમારા લેપટોપ, ટેબલેટ કે સ્માર્ટફોનમાં મૂવીઝ કે ટીવી શોની મજા માણી શકો છો, એ પણ તમારી મરજી મુજબ!

રેલવે મંત્રાલયે ‘કન્ટેન્ટ ઓન ડિમાન્ડ’ અને ‘રેલ રેડિયો સર્વિસ’ શરૂ કરવા માટે વિવિધ કંપની પાસેથી બીડ્સ મંગાવી છે. રિલાયન્સ જિઓ, એરટેલ, વોડાફોન-આઇડિયા જેવી મોબાઇલ કંપની અને હોટસ્ટાર જેવી સર્વિસીઝ આમાં જોડાઈને રેલવે મુસાફરોને પોતાનું કન્ટેન્ટ ઓફર કરે તેવી શક્યતા છે. એ ઉપરાંત ઇરોઝ એન્ટરટેઇન્મેન્ટ, બાલાજી પ્રોડક્શન્સ, શેમારૂ એન્ટરટેઇન્મેન્ટ અને રેડિયો મિર્ચી કે હંગામા જેવી મીડિયા કંપની પણ આમાં જોડાય તેવું બની શકે છે.

આ વ્યવસ્થા શરૂ થાય તે પછી સ્ટેશને કે રેલવે મુસાફરી દરમિયાન આપણને બિલકુલ મફત અથવા અમુક રૂપિયા ચૂકવીને પોતાના સ્માર્ટફોનમાં ફિલ્મ કે મનોરંજક કાર્યક્રમો જોવા મળી શકે છે.

મતલબ કે ઘણા લોકો હવે રેલવે પ્રવાસ દરમિયાન બારીમાંથી બહારની દુનિયા જોવાની ખરી મજા માણવાને બદલે, મોબાઇલમાં ખૂંપી જઈ શકશે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!