(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ટોપ ૧૦ ઓનલાઇન સ્કેમ : હાઇપ અને ટાઇપ

મિલાપ ઓઝા

સાયબર સિક્યોરિટી પ્રોફેશનલ

(હાલમાં ફિલિપાઇન્સ ખાતે કાર્યરત)

milapmagicp@yahoo.co.in

‘સાયબરસફર’માં ઓલાઇ કૌભાંડો વિશે અવારવાર માહિતી આવામાં આવે છે. રંતુ આ આખો મુદ્દો કોમ સેન્સો જ હોવા છતાં, સાયબર ક્રિમિલ્સ એમી પ્રવૃત્તિઓ એટલી વિસ્તારતા જાય છે કે આણે ભણેલા-ગણેલા હોવા છતાં, ઘણી વાર એમની જાળમાં સહેલાઈથી ફસાઈ જઈએ છીએ.

આ લેખમાં, વિશ્વમાં ત્યારે સૌથી વધુ પ્રચલિત ૧૦ ઓનલાઇ સ્કેમ અને તેનાથી સાવચેત રહેવાની માહિતી આવામાં આવી છે.

૧. ફોરેન લોટરી સ્કીમ

ઇ-મેઇલ દ્વારા તમે મિલિયોનર બની ગયા છો, જેકપોટ લાગ્યો છે, આ પ્રકારની ખુશખબરી ઘણા લોકોને મળી હશે. આ ટેકનિક એક કોમન ઈ-મેઇલ સ્કેમ છે. જેમાં કોઈ બનાવટી લોટરી કોર્પોરેશન દ્વારા તમને કોઈ ચોક્કસ મોટી રકમ જીત્યા હોવાનું જણાવવામાં આવે છે.

આ રકમ મેળવવી હોય તો અમુક નાની રકમનો ટેક્સ પહેલાં ભરવો પડશે તેમ જણાવીને પહેલાં ટાર્ગેટ પાસેથી કેટલીક રકમ માગવામાં આવે છે. કરોડો ‚રૂપિયા મળતા હોય તેની સામે અમુક હજાર ભરવાની તૈયારી કોઈ પણ બતાવી શકે છે અને અંતે તેઓ પોતાના રૂ‚પિયા ગુમાવે છે અને કશું મળતું નથી.

ઇન્ટરનેટના પ્રસારને આટલાં વર્ષો પછી પણ, ભણેલા-ગણેલા લોકો આવા સ્કેમમાં વધુ ફસાતા હોવાનું તારણ છે!


સાવચેતી : આ પ્રકારના ઈ-મેઇલ તમે ધ્યાનથી વાંચશો તો જણાશે કે ઈ-મેઇલ કરનાર કંપનીને બદલે કોઇ વ્યક્તિ હોય છે, ‘ટુ’માં તમારું ઈ-મેઇલ આઇડી લખેલું નથી કેમ કે આવા ઈ-મેઇલ એક સાથે હજારોની સંખ્યામાં મોકલાતા હોય છે.

આ ઉપરાંત જો તમે મેઇલમાં દર્શાવેલ લોટરી કોર્પોરેશન વિશે સર્ચ કરશો તો જણાશે હકીકતમાં આવી કોઇ કંપની છે નહિ. આ પ્રકારના ઈ-મેઇલમાં તમારી પર્સનલ તેમજ બેન્કિંગ ડિટેઇલ માંગવામાં આવે છે જેનો ગેરઉપયોગ થઇ શકે છે. આવા ઈ-મેઇલ પર કોઈ રિપ્લાય કે ક્લિક કરશો નહીં.

૨. સર્વે સ્કેમ

આ પણ એક કોમન ઈ-મેઇલ સ્કેમ છે. સર્વે સ્કેમમાં  જાત જાતના વિચિત્ર કે સામાન્ય લાગતા સર્વે માટે પૂછવામાં આવે છે. આ સર્વે કોઇ ઘરવપરાશની વસ્તુઓ, પયર્વિરણ, પોલિટિક્સ કે અન્ય પ્રોબ્લેમના નામે ઈ-મેઇલ પર ટાર્ગેટને મોકલવામાં આવે છે.

આ સ્કેમમાં, કોઈ રીતે તમારી પસંદ નાપસંદ કસ્ટમર રિવ્યૂ વગેરેને આધારે જાણીને તમને એક ફિશિંગ ઈ-મેઇલ મોકલાય છે. જેમાં નોર્મલ લાગતી સોશિલ સાઇટ કે અન્ય વેબસાઇટની લિંક પર ક્લિક કરવાથી એક સર્વે પેજ ખુલે. આપણે એ પેજ પર માહિતી આપતા હોઈએ ત્યારે બેકગ્રાઉન્ડમાં કોઈ સ્પાયવેર કે અન્ય માલવેર આપની સિસ્ટમમાં રહેલી માહિતી ચોરી શકે છે. જ્યારે ક્રેડિટ કાર્ડનું બિલ મોટું આવે કે અજાણ્યું બેન્કિંગ ટ્રાન્ઝેકશન દેખાય ત્યારે છેક ટાર્ગેટને ખબર પડે છે.

સાવચેતી : ઓફિશિયલ વેબસાઇટ સિવાય ક્યાંય પણ સર્વેમાં ભાગ લેવાનું ટાળવું. સર્વેમાં પર્સનલ માહિતી જેમ કે સરનામું, ફોન નંબર વગેરે આપવા નહીં અને સર્વેના જવાબ ભરતાં પહેલાં એકવાર ચકાસી લેવું કે તે સર્વે ખરેખર આપના માટે ઉપયોગી છે કે નહીં.

૩. પેપાલ/ઓનલાઇન ક્રેડિટ કાર્ડ સ્કેમ

તમને ક્યારેય ખ્યાલ આવ્યો છે કે અચાનક કોઈ કંપનીને તમારી ક્રેડિટ લિમિટ, બેન્ક બેલેન્સ, ઇન્કમ જાણ્યા વગર જ ક્રેડિટકાર્ડ આપવાનું મન કેમ થઇ જાય છે? અથવા ક્યારેક પેપાલ (જો વાપરતા હો તો) વોર્નિંગ મેસેજ કેમ આપે છે.

આવા સ્કેમમાં પેપાલ એકાઉન્ટની સિક્યોરિટી વોર્નિંગના નામે ઈ-મેઇલ મોકલીને એકાઉન્ટ રી-સેટ કરવા જણાવવામાં આવે છે. આ લિંક પર ક્લિક કરતાં તે વ્યક્તિ બનાવટી પેપાલના પેજ પર પહોંચે અને પોતાની ડિટેઇલ્સ અપડેટ કરે તો ટૂંક સમયમાં ખાસ્સું આર્થિક નુકસાન ભોગવવું પડે.

સાવચેતી : પેપાલ ઉપરાંત સંખ્યાબંધ કંપનીને નામે આવા બનાવટી ઈ-મેઇલ મોકલવામાં આવતા હોય છે. મૂળ કંપનીના ઓફિશિયલ મેઇલને બદલે આવા મેઇલમાં દેખીતી ભૂલો હોય છે. એ ધ્યાને લઈ, સાવચેત રહો અને આવા ઈ-મેઇલ્સ પર કોઈ એક્શન ન લો. કેટલાક ઈ-મેઇલમાં ગર્ભિત ધમકી પણ આપવામાં આવે છે કે, તમે આમ નહિ કરો તો તમારું એકાઉન્ટ ડિલીટ કરી નાખવામાં આવશે. કાયદેસર રીતે કોઈ પ્રતિષ્ઠિત કંપની પોતાના કસ્ટમરને આ રીતે ધમકી આપતી નથી.

૪. વર્ક ફ્રોમ હોમ સ્કેમ

‘દર મહિને કમાવો એક લાખ રૂ‚પિયા કે તેથી વધુ, કોઈ અનુભવની જરૂ‚ર નથી. વિદ્યાર્થી, નોકરિયાત, ગૃહિણી, રીટાયર્ડ દરેક માટે પાર્ટટાઇમ ઘેરબેઠાં વર્ક’. આવી કેટલીય જાહેરાતોથી આપ પરિચિત હશો. હવે આ પ્રકારની જાહેરાતો ઓનલાઇન પણ ઉપલબ્ધ છે. જેમાં તમને ચોક્કસ રકમ કમાવી આપવાની ગેરંટી આપવામાં આવે છે. આવી ઘણી કંપની લાલચ આપીને ટ્રેનિંગ કીટના નામે પૈસા પડાવે છે.

સાવચેતી : સહેલાઇથી આટલી રકમ કમાવી આપવાની લાલચના ચક્કરમાં આવીને કોઈ પણ પ્રકારનું પેમેન્ટ કરવું નહીં કે પર્સનલ માહિતી પણ આપવી નહી.

૫. વિશિંગ સ્કેમ

ફોન દ્વારા એટીએમ કાર્ડ બ્લોક કરવાની ધમકી આપતા આ સ્કેમને વિશિંગ સ્કેમ કહે છે. આ પ્રકારના સ્કેમમાં ક્રિમિનલ્સ કોઇ રેન્ડમ નંબર પર કોલ કરીને જણાવે છે કે આપનો ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ રીસેટ કરવામાં આવે છે, જેથી અત્યારે જે તમારા ક્રેડિટ/ડેબિટ કાર્ડ નંબર, એક્સપાયરી ડેટ તથા સીવીવી કોડ અને પીન જણાવો જેથી તેને અપડેટ કરી શકાય.

કદાચ પહેલી નજરે તમને લાગશે કે આપણે તો એટલા સ્માર્ટ છીએ કે આપણે આવી માહિતી ના આપીએ, પણ એટીએમ વાપરતા ઘણા લોકો આવી વાતમાં ફસાઈ જતા હોય છે.

સાવચેતી : કોઈ પણ સંજોગોમાં ફોન કે ઓનલાઇન પીન નંબર શેર કરવા નહિ.

૬. સીક બેબી સ્કેમ

સોશ્યલ મીડિયા પર કોઈ વાર તમે એક બિમાર બાળકનો ફોટો જોયો હશે. જેમાં લખેલું હોય કે ફેસબુક દ્વારા આ બાળકને એક શેરિંગ પર એક ડોલર મળે છે. તમે પણ શેર કરીને બાળકને મદદ કરો. મોટા ભાગે આ પ્રકારના ઈ-મેઇલ કે પોસ્ટ સાયબર ક્રિમિનલ્સ દ્વારા તૈયાર કરેલા હોય છે.

જેમાં ટાર્ગેટને ફેક ચેરિટી વેબસાઇટ વિશે પણ જણાવવામાં આવે છે. આ પ્રકારની પોસ્ટ તદ્દન પાયાવિહોણી હોય છે.

જેમાં કોઇ જ લોજિક નથી. કોઈ વાર દેવી-દેવતાઓના ફોટાનો પણ ઉપયોગ કરવામાં આવે છે. વધુ લાઇક્સ મેળવવા ઉપરાંત આ પ્રકારની પોસ્ટ દ્વારા લોકોને અજાણી લિંક પર ક્લિક કરવા પ્રેરે છે.

સાવચેતી : કરોડો અબજોની સંપત્તિ ધરાવનાર ફેસબુકના માલિક જો દાન કરવા ઇચ્છશે તો ગમે તે બાળકના બદલે કોઈ યોગ્ય ચિલ્ડ્રન ચેરીટી ઓર્ગેનાઇઝેશન વધુ પસંદ કરશે. ભાવનાત્મક લાગણીઓને કાબૂમાં રાખી આ પ્રકારની પોસ્ટ પર ક્લિક કરવું નહિ.

૭. પ્રીડિક્શન સ્કેમ

‘જાણો આપનું વ્યક્તિત્વ ક્યા બોલિવુડ સ્ટાર સાથે મળતું આવે છે’, ‘જાણો ૨૦૫૦માં તમે કેટલા સકસેસફુલ હશો’, ‘જાણો આપનો લકી નંબર, કલર’ વગેરે વગેરે જેવી અનેક ફાલતુ આગાહી કરતી લિંક ફેસબુકમાં આપે જોઈ હશે.

જે હકીકતમાં એક સ્કેમ છે. જેના દ્વારા યૂઝર્સની માહિતી જેમ કે નામ, ઈ-મેઇલ આઇડી, ફ્રેન્ડ લીસ્ટ, સીટી અને અન્ય પસંદ નાપસંદ વિશે માહિતી મેળવવામાં આવે છે. જેનો ઉપયોગ આપને અન્ય જાહેરાતો અંગે ઈ-મેઇલ મોકલવા માટે થાય છે.

સાવચેતી : ફાલતુ આગાહી કરતી લિંક બે ઘડી મનોરંજન માટે તો સારી છે પણ તેની સાથે તમારું સોશ્યલ એકાઉન્ટ લિંક થાય છે જે વધુ ચિંતાજનક પરિણામો લાવી શકે છે. માટે આ પ્રકારની લિંકથી દૂર રહેવું અથવા બને એટલી ઓછી ડિટેઇલ શેર કરવી.

૮. હિડ યુઆરએલ સ્કેમ

જો તમે ટવીટર યૂઝ કરતા હો તો તમને તેની ૧૪૦ કેરેકટરની મર્યાદાનો ખ્યાલ હશે. મોટાભાગના પ્રોફેશનલ્સને પણ આ મર્યાદા સમસ્યા સતાવતી હોય છે કારણ કે તેમણે જે કંઈ શેર કરવાનું હોય તે આટલા ઓછા શબ્દોમાં કેવી રીતે શેર કરવું?

આના ઉપાય તરીકે Tiny URL.com કે Bit URLની મદદ લેવામાં આવે છે, જે લાંબા યુઆરએલને ટૂંકાવી નાખે છે. પરંતુ ક્યારેક આના ટૂંકા યુઆરએલ સાથે કઈ લિંક જોડાયેલી છે, તે વેલિડ છે કે ફેક છે તેનો ખ્યાલ આવતો નથી.

જેનો સાયબર ક્રિમિનલ્સ ફાયદો ઉઠાવે છે. જેમ કે, Get a free gift on flipcart big billion sale and chance to win ipone click here 3nyj2gg.com હવે આ લિંકમાં શું છે, તે અસલી છે કે નકલી તે તો તેના પર ક્લિક કર્યા પછી જ ખબર પડે!

સાવચેતી : આપનો એન્ટિવાયરસ અપડેટ રાખો. જેથી આવી લિંકની પાછળ રહેલ સ્પાયવેરથી બચી શકાય.

૯. વોટ્સએ સ્કેલ

ગેમ ડાઉનલોડ, ક્વિઝ, ફ્રી ગિફ્ટ વગેરે કેટલીયે લાલચ આપતી પોસ્ટ ભળતાં નામ સાથે વોટ્સએપ પર શેર થતી રહેતી હોય છે. જેમાં માલવેર કે ફ્રોડ વેબસાઇટની પૂરેપૂરી શક્યતા છે.

ફલાણી ફલાણી લિંક પર ફ્રી રીચાર્જ, પ્રધાનમંત્રી ફ્રી લેપટોપ યોજના, ડાયાબિટીસ, કેન્સર જેવી બિમારીનો ફ્રી ઇલાજ દર્શાવતી લિંકની સાથે રાજનૈતિક સર્વે કે સમાચારના નામે પણ સાચી-ખોટી લિંક શેર કરવામાં આવે છે. લોકોને આ લિંક વિશે જાણવાની ફુરસદ હોતી નથી, છતાં ક્યારેક તેઓ પોતે ક્લિક કરીને અથવા આવા મેસેજ બીજાને ફોરવર્ડ કરીને સાયબરક્રિમિલ્સને મદદ કરે છે.

સાવચેતી : આગળ જણાવ્યા પ્રમાણે દરેક લિંક વેલિડ હોતી નથી. આવી લિંક ઓપન કે ફોરવર્ડ કરશો નહિ.

૧૦. ડેટિંગ એન્ડ જોબ્સ સ્કેમ

ખાસ યુવાવર્ગને ટાર્ગેટ બનાવતી આ પ્રકારની છેતરપિંડી માટે ઘણી વેબસાઇટ તથા મોબાઇલ એપનો ઉપયોગ કરવામાં આવે છે. ડેટિંગ, મેટ્રિમોનિયલ કે જોબ ત્રણેયમાં કેટલીક ખાનગી, પારિવારિક, એકેડેમિક કે શારીરિક સ્વાસ્થ્ય જેવી માહિતી પણ માગવામાં આવતી હોય છે. જો આવી કોઇ એપ, વેબસાઇટ કે સંસ્થા નકલી હોય તો આપવામાં આવેલ માહિતીનો કેટલો દુ‚રૂપયોગ થઇ શકે તેનો અંદાજો લગાવવો રહ્યો.

સાવચેતી : પ્રખ્યાત, પ્રતિષ્ઠિત, વેબસાઇટ કે એપ પર જ આપની ખાનગી માહિતી શેર કરો. પેમેન્ટ કરતી સમયે કાળજી રાખો. ફેક આઇડી, ફોટો, જોબ ઓફરથી સાવધ રહો.

જો આપને ઉપર દર્શાવેલા કોઇ પણ ઓનલાઇન ફ્રોડ કે સ્કેમનો અનુભવ થાય છે તો યાદ રાખજો કે દુનિયામાં તમે એકલા નથી પણ આપની જેવા જ કેટલાય અન્ય નિર્દોષ લોકો અવારનવાર સાયબર ક્રિમીનલ્સની જાળમાં ફસાય છે. સાવચેતી અને જાગૃતતાથી જ આવા ફ્રોડથી બચી શકાય.

આ લેખમાં ઓનલાઇન ફ્રોડમાંથી મુખ્ય અને વારંવાર બનતા તથા સામાન્ય વ્યક્તિને અસર કરતા સ્કેમ અને છેતરપિંડી વિશે જણાવવાનો પ્રયાસ કર્યો છે. આ અંગે આપના કોઈ અનુભવ પ્રશ્નો કે પ્રતિભાવો હોય તો ઈ-મેઇલ દ્વારા જરૂ‚ર જણાવશો.

ઇન્ટરનેટના પ્રસારને આટલાં વર્ષો પછી પણ, ભણેલા-ગણેલા લોકો આવા સ્કેમમાં વધુ ફસાતા હોવાનું તારણ છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!