જરા તમારો કોઠાર કે માળિયું તપાસી જુઓ. કેટલીય એવી ચીજવસ્તુઓ મળી આવશે જે તમે ક્યારેક કામ લાગશે એમ માનીને મૂકી રાખી હશે અને પછી એ ત્યાં ધૂળ ખાતી હશે. સતત અપગ્રેડ થતી ટેકનોલોજીના પ્રતાપે આઈટી વેસ્ટ હવે વધી રહ્યો છે. ત્યારે અહીં કેટલાક એવા ઉપાય આપ્યા છે જે અજમાવીને તમારી ક્રિએટીવીટી અપગ્રેડ કરી શકો છો.
જૂનાં કમ્પ્યુટર, મોનિટર, પ્રિન્ટર વગેરેને એકમેક પર ખડકીને બનાવવામાં આવેલી પાર્ટિશન વોલ
જૂની સીડી પર સરસ ચિત્રો ચીપકાવીને બનાવવામાં આવેલાં ટી કોસ્ટર્સ – આવું તો આપણે પણ કરી શકીએ
જૂની સીડી કવરનો ક્રિએટિવ ઉપયોગ તમે ડેઈલી રીમાઈન્ડર્સનું લિસ્ટ મૂકવા આવું કંઈક કરી શકો
જૂની કેસેટ્સમાંથી બનાવેલો લેમ્પ
રાત દિવસ આઈટી સાથે કનેક્ટેડ રહેતા લોકોને જ જૂના માઉસમાંથી આવું સ્ટેન્ડ બનાવવાનો વિચાર આવે
યુરોપના એક આર્કિટેક્ટે જૂની સીડીઝનો ઉપયોગ કરીને કલાકૃતિનું સર્જન કર્યું.- જુદા જુદા કેબલ્સ અને કોડને સરસ રીતે ઓર્ગેનાઈઝ કરવાનો કેટલો સહેલો રસ્તો
- જૂની ફ્લોપી ડિસ્કમાંથી બનાવેલું પેનસ્ટેન્ડ
- જૂની કેસેટના કેસનો ઉપયોગી ઉપયોગ
- આ જૂની વસ્તુનો નવો ઉપયોગ નથી. રસોડામાંથી સિરામિક બાઉલ લઈ આવો અને તમારો ફોન તેમાં મૂકી ગીતો વગાડી જુઓ. સંગીતનો રણકાર બિલકુલ બદલાઈ જશે

