(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

યુટ્યૂબની મ્યુઝિક એપ લોન્ચ થઈ – યુએસ માટે

ગૂગલ અને ફેસબુક પછી દુનિયાની ત્રીજા ક્રમની સૌથી લોકપ્રિય વેબસાઇટ, યુટ્યૂબને હવે ફક્ત મ્યુઝિક માટે અલગ એપ રજૂ કરી છે – અલબત્ત, હાલમાં ફ્ક્ત યુએસના યૂઝર્સ માટે.

ભારતમાં યુટ્યૂબનો અનેક લોકો રેડિયોની જેમ ઉપયોગ કરી રહ્યા છે. પોતાનું કામ ચાલી રહ્યું હોય ત્યારે પીસી કે સ્માર્ટફોનમાં યુટ્યૂબ પર ગમતાં ગીતોનું પ્લેલિસ્ટ ચાલુ કરી, વીડિયો જોવાને બદલે ફક્ત સાંભળવા માટે પણ યુટ્યૂબનો ઉપયોગ લોકોને એકદમ ગોઠી ગયો છે. યુટ્યૂબે પણ લોકોની આ આદત સમજાઈ છે અને તેનો લાભ લેવા માટે યુટ્યૂબ મ્યુઝિક એપ લોન્ચ થઈ છે. આ એપ પર વિવિધ સોંગ્સ વીડિયો સાથે અને વિના ઓફર કરાશે અને યૂઝર્સ ઇચ્છે તે મોડમાં મ્યુઝિક સાંભળી શકશે. યૂઝર્સ તેમને ગમતા પ્રકારનું મ્યુઝિક નોન-સ્ટોપ સ્ટેશનની જેમ સાંભળી શકશે.

જોકે ભારતમાં આ પ્રકારની સંખ્યાબંધ મ્યુઝિક એપ છે જ, જેના પર આપણે મફતમાં ગમતાં ગીતો સાંભળી શકીએ છીએ અને પેઇડ સર્વિસ મેળવીને ગીતો ડાઉનલોડ પણ કરી શકીએ છીએ.

દુનિયાભરમાં આ રીતે મ્યુઝિક સ્ટ્રીમિંગ લોકપ્રિય થઈ રહ્યું છે, પણ આર્ટિસ્ટ દબાતા સૂરે તેનો વિરોધ પણ કરી રહ્યા છે કે યુટ્યૂબ જેવી સાઇટ પર લોકો કંઈ પણ અલોડ કરી શકે છે અને આર્ટિસ્ટે તેમાંથી ભાગ્યે જ કશું મળે છે. કદાચ એટલે જ, યુટ્યૂબ મ્યુઝિક એપની જાહેરાત કરતી બ્લોગ પોસ્ટમાં શરૂઆતમાં જ લખવામાં આવ્યું છે કે ગૂગલ અને યુટ્યૂબે અત્યાર સુધીમાં મ્યુઝિક ઇન્ડસ્ટ્રીને ૩ અબજ ડોલર જેટલી રકમની કમાણી કરાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!