જેમ્સ બોન્ડની લેટેસ્ટ મૂવી જોઈ આવ્યા પછી તમને પણ બોન્ડની સ્ટાઇલમાં કાંડા ઘડિયાળ મોં પાસે લાવીને તેને કમાન્ડ આપવાની ઇચ્છા થઈ ગઈ હોય તો તમારા માટે ખુશખબર છે!

સ્માર્ટ મોબાઇલ ડિવાઇસીઝમાં સ્માર્ટવોચ ધીરે ધીરે પોતાનું સ્થાન જમાવી રહી છે, પણ અત્યાર સુધી સ્માર્ટફોન પાસેથી ફોન જેવું કામ લેવા માટે, તેને સ્માર્ટફોન સાથે બ્લુટૂથથી કનેક્ટ કરવા પડતા હતા અથવા તેને વાઇ-ફાઇ નેટવર્ક સાથે કનેક્ટ કરવા પડતા હતા. પરંતુ હવે, ગૂગલે સત્તાવાર જાહેરાત કરી છે કે એન્ડ્રોઇડ વેરના આવતા વર્ઝનમાં તેને સેલ્યુલર કનેક્ટિવિટીનો લાભ મળી જશે. મતલબ કે, પછી સ્માર્ટફોનમાં પણ સીમકાર્ડ નાખીને તેનો સ્માર્ટફોન વિના પણ ઘણો લાભ લઈ શકાશે.
જોકે સ્માર્ટફોનની બેટરી જ્યાં સુધી વધુ પાવરફૂલ નહીં બને અને ટચૂકડા સ્ક્રીન પર વોઇસ કમાન્ડની કે અન્ય કોઈ રીતે કામકાજ તદ્દ સરળ નહીં બને ત્યાં સુધી સ્માર્ટફોનને સ્માર્ટવોચ તરફી જબરી હરીફાઈ મળવાની શક્યતા નથી.
