સૃષ્ટિના અંતની કલ્પનાઓ અનંતકાળથી ચાલી આવે છે, પણ ઢ૨ઊં કમ્પ્યુટર-સૃષ્ટિના અંતની ભયંકર શક્યતા હતી. યાંત્રિક બુદ્ધિ ધરાવતાં કમ્પ્યુટરમાં વર્ષ ૧૯ પછીના બે આંકડામાં વ્યક્ત થતું હતું. એટલે ૩૧ ડિસેમ્બર, ૧૯૯૯ પછીના દિવસે વર્ષ ૨૦૦૦ બેસે ત્યારે કમ્પ્યુટર તેને ૧૯૦૦ ગણી લે એવી સંભાવના ઊભી થઈ.
એવું થાય તો કમ્પ્યુટર આધારિત તમામ વ્યવહારોમાં ભારે ગોટાળા વાગે. ગણતરીમાં સીધું ૧૦૦ વર્ષનું ગાબડું પડે તો બેંકોનાં વ્યાજથી માંડીને કંપનીઓના કારોબારી હિસાબોમાં કેવી અરાજકતા વ્યાપે? Year-2000- ટૂંકમાં Y2K-નો ડખો/બીલ નિવારવા માટે સરકારોએ અને કંપનીઓએ કરોડો ડોલરનાં આંધણ કરીને કમ્પ્યુટરના પ્રોગ્રામિંગમાં ફેરબદલ કરી. છેવટે કમ્પ્યુટરપ્રલયનો સમય હેમખેમ પસાર થઈ ગયો: કાં તૈયારી ફળી, કાં કરોડો ડોલરની કિંમતનો ફુગ્ગો ફૂટી ગયો. હવે વર્ષ ૨૧૦૦માં આવું ગતકડું નહીં નીકળે એટલું આશ્વાસન. Y2Kની માયાનો ખ્યાલ આપતી વિગતો : http://goo.gl/iLdpX
