(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વીડિયો મીટિંગમાં આ વાતોની કાળજી ઉપયોગી થશે

આપણા સૌની ન્યૂ નોર્મલ લાઇફમાં સ્કૂલના ક્લાસ, ટ્યૂશન અને બિઝનેસ મીટિંગથી લઇને પારિવારિક સ્વજનના દુઃખદ મૃત્યુ પછીની પ્રાર્થનાસભા સુધીનું બધું હવે વીડિયો મીટિંગના માધ્યમથી થવા લાગ્યું છે. ડિજિટલ સાધનોના ઉપયોગમાં બધી રીતે આપણા કરતાં વધુ સ્માર્ટ બાળકો વીડિયો મીટિંગ સાથે સહજતાથી એડજસ્ટ થઈ જાય છે, પરંતુ મોટા લોકોને આ માધ્યમ સાથે ગોઠવાતાં વાર લાગી રહી છે. આ સ્થિતિમાં વીડિયો કોલિંગ વિશે કેટલીક વાતો બરાબર સમજી લેવા જેવી છે. આ બધી બાબતો ઝૂમ, ગૂગલ મીટ, માઇક્રોસોફ્ટ ટીમ્સ, વોટ્સએપ વગેરે લગભગ બધી વીડિયો કોલિંગ એપ્સને લાગુ પડે છે.

  • વીડિયો મીટિંગ દરમિયાન વારાફરતી માત્ર એક વ્યક્તિ બોલે અને બાકીના સાંભળે તો જ વાતચીત સરળ બને છે.
  • મીટિંગમાં સામેલ સૌ કોઈ પોતપોતાના માઇક્રોફોન ઓન રાખે તો એ બોલતા ન હોય તો પણ રૂમમાં થતા અવાજથી સમગ્ર મીટિંગમાં ઘોંઘાટ થઈ શકે છે. આથી મીટિંગ દરમિયાન બોલી રહેલી વ્યક્તિ સિવાય અન્ય લોકો પોતાના માઇક્રોફોન મ્યૂટ રાખે તો સૌને સરળતા રહે છે.
  • મીટિંગ હોસ્ટ કરનાર વ્યક્તિ મીટિંગની શરૂઆતથી પોતાના સિવાય અન્ય તમામ સભ્યોના માઇક્રોફોન મ્યૂટ રાખી શકે છે. એ સિવાય ચાલુ મીટિંગે પણ તે અન્યના માઇક્રોફોન મ્યૂટ કરી શકે છે. ખાસ કરીને પારિવારિક મીટિંગ વખતે કોઈ સભ્યને પોતાનો માઇક્રોફોન મ્યૂટ કરતા ફાવતું ન હોય ત્યારે તેમના વતી હોસ્ટ આ કામ કરી શકે છે.
  • મીટિંગ શરૂ થાય તે પહેલાં તમે જે મોબાઇલ કે લેપટોપથી મીટિંગમાં જોડાવાના હો તેનો કેમેરા ઓન કરીને તમારો એંગલ, રૂમમાં લાઇટિંગ તથા તમારું બેગ્રાઉન્ડ બરાબર તપાસી લો. પ્રકાશ તમારી પાછળથી નહીં પરંતુ સામેથી આવતો હશે તો મીટિંગમાં સામેલ અન્ય લોકો તમને વધુ સારી રીતે જોઈ શકશે.
  • તમારા રૂમની ગોઠવણ એ પ્રકારની હોય કે તમારી મીટિંગ ચાલુ હોય ત્યારે પરિવારની અન્ય વ્યક્તિઓ તમારી પાછળના ભાગમાં આવન-જાવન કરતી હોય તો તમે વર્ચ્યુઅલ બેગ્રાઉન્ડ પસંદ કરી શકો છો. આ રીતે મીટિંગમાં સામેલ અન્ય લોકોને માત્ર તમે જ દેખાશો. બિઝનેસ મીટિંગ્સ માટે સોલિડ કલર બેગ્રાઉન્ડ વધુ યોગ્ય રહેશે.
  • જે રીતે વાસ્તવિક મીટિંગ સમયે આપણું ધ્યાન મીટિંગ સિવાયની બાબતોમાં પરોવાયેલું રહે એ યોગ્ય નથી લાગતું એ જ રીતે વીડિયો મીટિંગ દરમિયાન પણ તમારું સંપૂર્ણ ધ્યાન મીટિંગ તરફ રાખવું ઇચ્છનીય છે. અલબત્ત મોબાઇલ પર વીડિયો મીટિંગ ચાલુ હોય ત્યારે તમે લેપટોપ પર તેના મુદ્દાઓ નોંધતા જાઓ એમાં કશું ખોટું નથી.
  • ચાલુ મીટિંગે તમે મીટિંગની નોંધ કમ્પ્યૂટરમાં ટપકાવી લેવા માગતા હો તો ત્યારે તમારું માઇક્રોફોન અચૂક મ્યૂટ કરશો. તમારા કી-બોર્ડનો અવાજ અન્ય લોકો માટે ખાસ્સો લાઉડ બની શકે છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!